દુર્ઘટના@ભરૂચ: અંકલેશ્વર GIDCની કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી

લોકોમાં અફરાતફરી મચી
 
દુર્ઘટના@ભરૂચ: અંકલેશ્વર GIDCની કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાના બનાવો દિવસે-દિવસે ખુબજ વધી રહ્યા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCની કેમેક્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ઉડ્યા હતા. ત્યારે DPMC સેન્ટરના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.


ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડ્યા હતા.


બનાવ અંગેની જાણ નોટિફાઇડ એરિયા ઓથોરિટીના DPMC સેન્ટરના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ટેન્ડર સાથે લાશ્કરો દોડી આવ્યા હતા, જ્યાં ફાયર ફાઈટરોએ વિકરાળ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.