દુર્ઘટના@ભાવનગર: બોલેરા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 1 યુવકનું મોત નીપજ્યું

પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
 
દુર્ઘટના@ભાવનગર: બોલેરા અને  બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 1 યુવકનુ મોત નીપજ્યું

એટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  વેળાવદર ભાલ ના માઢીયા ગામ નજીક રોંગ સાઈડમાં આવી રહેલ બોલેરો પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.

ભાવનગરના નારી ગામમાં આવેલ જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા અમિતભાઈ લક્ષ્મણભાઈ પડાયા  ગઈકાલે તેમનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નારી ગામથી માઢીયા ગામ તરફ જતા હતા તે દરમિયાન માઢીયા ગામ પહેલા રોંગ સાઈડમાં આવી રહેલા બોલેરો સાથે અકસ્માત થતાં અમિતભાઈ ને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જી બોલેરો પીકઅપ નો ચાલક ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે મૃતકના ભાઈ રમેશભાઈ લક્ષ્મણભાઈ પડાયા એ બોલેરો પીકઅપ ના ચાલક વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.