દુર્ઘટના@ભાવનગર: GIDCની રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે
આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Feb 16, 2025, 13:58 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર જિલ્લાના સિહોર શહેરની GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ થયેલા તમામ કામદારોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે