દુર્ઘટના@ભાવનગર: બે મોટરસાઇકલ સામસામે અથડાવવાની ઘટનામાં બંને ચાલકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટનાના કેસ ખુબજ વધી ગયા છે.રોજ કોઈને કોઈ જગ્યાએથી હૃદય કંપાવી ઉઠે એવા દુર્ઘટના સામે જોવા મળતીજ હોય છે.હાલમાંજ ભાવનગરના એક ગામમાં હૃદય કંપાવી ઉઠે એવી દુર્ઘટના સામે આવી છે.ભાવનગર જિલ્લાના વરતેજ તાબેના વાળુકડ ગામ નજીક બે મોટરસાઇકલ સામસામે અથડાવવાની ઘટનામાં બંને મોટરસાયકલના ચાલકોના ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ વરતેજ તાબેના વાળુકડ ગામથી એક કિલોમીટર દૂર બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતા મોટરસાયકલના ચાલક આશિષ મુન્નાભાઈ ઉલવા ઉં.વ.
20 રહે. ભીકડા, હાલ સમઢીયાળા મહાજન તા.ઘોઘા તેમજ સામેની મોટરસાઇકલના ચાલક બટુકભાઈ નોંધાભાઈ ચૌહાણ ઉં.વ. 45 રહે. વાળુકડ તા.ઘોઘાને ગંભીર ઇજા થતાં બંનેને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેના મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે વરતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે