દુર્ઘટના@દાહોદ: બાઈક ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો અને ઈજાઓ થતાં મોત નીપજ્યું

પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
 
દુર્ઘટના@અમદાવાદ: લક્ઝરી બસે બાઈક ચાલકને કચડી નાખતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો જોવા મળતા હોય છે.  દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે એક મોટરસાયકલના ચાલકે મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા ચાલકનું ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.

ગત તારીખ 01 માર્ચના રોજ ધાનપુર તાલુકાના નવા નગર ગામે બાટનપુરા ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ભુરીયા પોતાના કબજાની મોટરસાયકલ લઇ ગરબાડા તાલુકાના અભલોડ ગામના રહીજીયા ફળિયા ખાતેથી પોતાના કબજાની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા. તે સમયે મોટરસાયકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ઈશ્વરભાઈ મોટરસાયકલ પરથી જમીન પર ફંગોળાયા હતા.

જેને પગલે તેઓને હાથે પગે શરીરને તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈશ્વરભાઈ નું મોત નીપજ્યું હતું. આ સંબંધે અરવિંદભાઈ મગનભાઈ ભુરીયાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.