દુર્ઘટના@મોરબી: શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે આયોજિત કાર્યક્રમમાં પગપાળા જતા દર્શનાર્થીનું મોત

અજાણ્યું વાહન પુરપાટ વેગે આવ્યું હતું 
 
 દુર્ઘટના@મોરબી: શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે આયોજિત કાર્યક્રમમાં પગપાળા જતા દર્શનાર્થીનું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે ઝાલા રજપૂત સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પગપાળા જતા હતા.  દર્શનાર્થી વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.  જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતા ફરિયાદી યોગીરાજસિંહ હરદેવસિંહ ઝાલા એ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે .

૨૭ના રાત્રિના સમયે તેઓ પરિવાર સાથે ટંકારાના મેઘપર ઝાલા ગામથી મોરબી શનાળા શકિત માતાજીના મંદીરે પગપાળા દર્શનાર્થે નીકળ્યા હતા.સવારના પોણા પાંચેક વાગ્યે તેમના માતા-પિતા રાજપર રોડ મામાદેવના મંદીરથી આગળ રોડની સાઇડમાં ચાલીને જતા હતા ત્યારે રાજપર ગામ તરફથી એક અજાણ્યું વાહન પુરપાટ વેગે આવ્યું હતું અને તેણે યોગીરાજસિંહના પિતા હરદેવસિંહને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો.

જેને પગલે હરદેવસિંહ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના પાછળના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા હરદેવસિંહ લોહી લુહાણ થઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો. અકસ્માતને પગલે હરદેવસિંહને ખાનગી વાહન મારફતે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે હરદેવસિંહને મૃત જાહેર કર્યા હતા.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.