દુર્ઘટના@વાંકાનેર: કારખાનામાં આવેલ પાર્કીંગ દિવાલ સાથે ટ્રક અથડાતા ડ્રાઇવરનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે.દરરોજ કોઈને કોઈ જગ્યાએ દુર્ઘટના બની રહી છે.દુર્ઘટનાઓ હૃદય કંપાવી નાખે છે.દ્વારકાના કબીરનગર હનુમાન મંદિરની બાજુમાં રહેતા નાગાભાઇ કારાભાઇ ચૌહાણએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો દીકરો નરેશ છેલ્લા બે મહિનાથી ગાંધીધામ ખાતે આવેલ શ્રીજી કોસ્ટલ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ નામના ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવિંગ કરે છે.તારીખ ૦૨ ના રાત્રિના અગીયારેક વાગ્યાના અરસામાં નરેશ કંપનીની ગાડી ટ્રક કન્ટેનર GJ12BX4417ને લોડ કરવા માટે વાંકાનેરના સરતાનપર માટેલ રોડ પર આવેલ સંસ્કાર જંકશન એન્ડ જોન્સન કંપનીમાં ગયો હતો.
જ્યાં રાત્રિના ૧૧:૦૦ વાગ્યાના અરસામાં પોતાનો ટ્રક લોડ કરી વજન કાંટા પર લઈ જતો હતો. એ સમયે પૂરપાટ વેગે ટ્રક પાર્કિંગની દિવાલ સાથે અથડાયો હતો. જેને પગલે નરેશને માથામાં તથા શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ૧૦૮ મારફત તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.