દુર્ઘટના@દ્વારકા: માછીમારોની બોટને અકસ્માત નડ્યો અને 7 લોકો લાપતા, 1નો મૃતદેહ મળ્યો

સાત માછીમારો સાથે ફિશિ઼ગ અર્થે રવાના થઇ હતી.
 
દુર્ઘટના@દ્વારકા: માછીમારી બોટને  અકસ્માત નડ્યો અને 7 લોકો લાપતા, 1નો મૃતદેહ મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  બંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક બેટ દ્વારકાની એક માછીમારી બોટ દરીયામાં માછીમારી અર્થે ગઇ હતી જે ફિશીંગ બોટનો કાટમાળ અને જાળ જખૌ નજીક મળી આવ્યો છે.જેના સાતેય માછીમારો લાપતા બન્યા છે જેમાં એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે જયારે અન્ય એક પ્રૌઢ માછીમારની શોધખોળ કરાઇ રહી છે. જયારે બીન આધારભુતસુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પાક.મરીન એજન્સીએ પાંચ માછીમારનુ અપહરણ કર્યુ છે.બોટધારક દ્વારા મત્સ્યઘોગ્ કચેરી-ઓખાને પણ આ મામલે જાણ કરાઇ છે.

દરમિયાન એજન્સી દ્વારા સમગ્ર મામલે ઘનિષ્ઠ તપાસ શરૂ કરાઇ છે. સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિના બોટમાં રહેતા પાંજરી ઇરફાન અલાના દ્વારા મત્સ્યોધોગ અધિક્ષક-ઓખાને કરાયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ તેની માછીમારી બોટ અલ હુશેની અકસ્માતે તુટી જતા સવાર તમામ સાત ખલાશીઓ લાપતા બન્યા છે.આ રજુઆત ગત તા. 21મીના રોજ કરવામાં આવી છે જેમાં વધુમાં જાહેર થયા મુજબ તેની માલિકી ધરાવતી માછીમારી બોટ અલ હુશેની બોટ ગત તા.15મી માર્ચના સવારે સાત વાગ્યે સાત માછીમારો સાથે ફિશિ઼ગ અર્થે રવાના થઇ હતી.

જેમાં અંગારીયા સતાર ઓસમાણ(રે. બેટ), બોલીમ ઇસા હાસમ (રે. બેટ) ,ભોલીમ અબ્દુલકરીમ સાદીક (રે. બેટ), સુમણીયા ઇજાજ મુસ્તુફા (રે. ઓખા), પાંજરી હુશેન અલાના (રે. બેટ), સુંભણીયા મોહમતોફીક એલિયાસ (રે. બેટ) અને પાંજરી સાયર મામદ (રે. બેટ) નામના સાત ખલાસીઓ સામેલ હતા. જેમાં બે માછીમારની વય વિશે પણ બોટધારક દ્વારા ચોખવટ કરવામાં આવી છે. જે દરમિયાન આ માછીમારી બોટ સાથે માછીમારી કરતી અન્ય માછીમારી બોટોના ખલાસીઓ દ્વારા આ બોટને કોઇપણ રીતે અકસ્માત થયો હોવાનુ તથા આ બોટનો કાટમાળ તથા જાળ દરિયામાં જખૌથી અંદાજીત 12 નોટીકલ માઇલ દુર વિખેરાયેલ હોવાની જાણ કરવામાં આવી હતી.વધુમાં બોટમાં સવાર સાત ખલાસીનો હાલ કોઇ પત્તો લાગેલ ન હોવાની પણ જાણ કરાઇ હતી.

આ બોટના લાપતા બનેલા ખલાસીઓની શોધધખોળ કામગીરી માટે મદદરૂપ થવા અરજ કરાઇ છે. જે દરમિયાન પાણીમાં ગારદ બે માછીમાર પૈકી પાંજરી સાયર મામદભાઇ નામના યુવાનનો દરીયામાંથી મૃતદેહ મળ્યો છે જેને દ્વારકા પીએમ વિધિ માટે ખસેડવામાં આવ્યો છે. જયારે અન્ય માછીમારી બોલીમ ઇશા હાસમ(ઉ.વ. 55)ની શોધખોળ ચાલી રહી છે.બિનઆધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા જણાવ્યા મુજબ આ બોટના બાકી પાંચ માછીમારને પાકિસ્તાનની મરીન એજન્સી ઉપાડી ગઈ છે. જો કે,તે અહેવાલને હજુ સતાવાર સમર્થન મળ્યુ નથી.આ ઘટના મામલે એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.