દુર્ઘટના@મહેસાણા: ગોઠડા નજીક દૂધના ટેન્કરે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
4 લોકોના કમકમાટી ભર્યા મોત
Nov 5, 2023, 11:34 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અકસ્માતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના કાટીવાસ ગામે રહેતા સાત લોકો ગામની રિક્ષામાં બેસી દિવાળી હોવાથી સતલાસણા ખરીદી કરવા ગયા હતાં. ખરીદી કરી પોતાના ગામ પરત આવી રહ્યા હતા. ત્યારે ગોઠડા નજીક દૂધના ટેન્કરે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા 4 લોકોના કમકમાટી ભર્યા મોત થતા હાઈવે લોહિયાળ બન્યો હતો.

