દુર્ઘટના@ગાંધીનગર: એક શિક્ષિકાને કારચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી
શિક્ષિકાને ગંભીર ઈજાઓ પહોંચી છે
Jul 18, 2024, 09:35 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ગાંધીનગરના દહેગામની નહેરુ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક શિક્ષિકાને કારચાલકે પાછળથી ટક્કર મારી ફૂટબોલની માફક ફંગોળતા શિક્ષિકાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
જેઓને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.