દુર્ઘટના@ગાંધીનગર: કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 5 લોકોના મોત

કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો.
 
દુર્ઘટના@ગાંધીનગર: કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 5 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગાંધીનગરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. ગાંધીનગરના રાંધેજા પેથાપુર હાઈવ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાંધેજા – પેથાપુર હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં કુલ છ લોકો સવાર હતા. ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.