દુર્ઘટના@ગુજરાત: ટ્રક-લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, 3નાં મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, લક્ઝરી બસનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે.
Nov 28, 2024, 12:57 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૩ લોકોના મોત નીપજ્યા હતા. આજરોજ સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી.
દરમિયાન આ લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, લક્ઝરી બસનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે.
ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત હાઈવે પેટ્રોલીંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યાં છે. બીજી બાજુ ત્રણેય મૃતદેહોને પી.એમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યાં છે. મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઇ છે, જે ત્રણેય રાજકોટના રહેવાસી છે.