દુર્ઘટના@ગુજરાત: ઇકો ગાડી અને ટૅન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો, 5 લોકોનાં મોત

ઈકો કારમાં કુલ 7 લોકો સવાર હતા.
 
દુર્ઘટના@ગુજરાત: ઇકો ગાડી અને ટૅન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો, 5 લોકોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે. પંચમહાલ જિલ્લામાં શુક્રવારનો દિવસ ગોઝારો બન્યો હતો.

ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આવેલી ITIની નજીકમાં ઇકો ગાડી અને ટૅન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળ પર જ અને બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં.

108ને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. બે લોકોની હાલત નાજુક હોવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઈકો કારમાં કુલ 7 લોકો સવાર હતા.