દુર્ઘટના@સુરેન્દ્રનગર: બ્રિજ પર અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા

કસ્માતમાં કમકમાટીભર્યા મોત  નીપજ્યા 
 
અટલ સમાચાર  ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સર્કલ પાસેના બ્રિજ પર અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. ઉભેલા ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત નીપજ્યું હતું. ટ્રક વિજાપુરથી રાજકોટ જતા સાયલા પાસે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં સાયલા પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને બન્ને મૃતકોને સાયલા સામુહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયા હતા. આ અકસ્માતની ઘટનામાં અમરેલીના રહેવાસી સુરેશ મેવાડા અને વિજય આજરા બંને યુવાનોના ઘટનાસ્થળે જ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જ્યારે અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે સાયલા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સાયલા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.