દુર્ઘટના@સુરત: કુબેરજી માર્કેટમાં 8મા માળે દુકાનમાં આગ લાગતા અફરાતફરી
ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ કરી છે.
Jan 30, 2025, 18:08 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ દિવસે-દિવસે ખુબજ વધી ગઈ છે. ફરી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી હતી. સુરતના સારોલી વિસ્તારમાં આવેલી બેરજી માર્કેટમાં 8મા માળે દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ લોકોએ ફાયર વિભાગને કરી હતી. જેથી ડુંભાલ, કાપોદ્રા તેમજ સરથાણા ફાયરની 12 ગાડી ઘટના સ્થળે દોડી ગઈ છે. ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ કરી છે.
દુકાનમાં રહેલો કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો છે. હાલ તો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.

