દુર્ઘટના@જામનગર: કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો,1 મહિલાનું મોત, 17 યાત્રિકો ઈજાગ્રસ્ત

17 યાત્રિકો ઈજાગ્રસ્ત
 
 દુર્ઘટના@જામનગર: કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો અને 1 મહિલાનું મોત, 17 યાત્રિકો ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  વાંકાનેર પંથક ના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન ફલા નજીક અકસ્માત નડયો હતો. ઇજાગ્રસ્ત જેમાં એકની હાલત ગંભીર છે.

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભીંગુડા ગામના 18 જેટલા દર્શનાર્થીઓ કે જેઓ એક ટ્રેક્ટરમાં બેસીને આજે વાંકાનેર થી દેવભૂમિ દ્વારકા તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન તેઓને ફલ્લા નજીક અકસ્માત થયો હતો, જેમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાથી ટ્રેક્ટરની ટ્રોલી ધડાકા અથડાઈને માર્ગ પર ઉંધી પડી ગઈ હતી.

જેના કારણે મહિલાઓ સહિતના 18 જેટલા યાત્રાળુઓને નાની મોટી ઈજા થઈ હતી, અને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.અને અકસ્માતની જાણ થતા જ પંચકોશી એ ડિવિઝન પોલીસ અને 108 એમ્બ્યુલન્સની તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક યાત્રાળુ મહિલાનો ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું, જયારે એક બુઝુર્ગની હાલત ગંભીર ગણાવાઇ રહી છે, અને જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.