દુર્ઘટના@જામનગર: ઝડપે આવતી કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, એકનું મોત

મૃતકના પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ 
 
દુર્ઘટના@પાટણઃ ઇક્કો અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કરમાં યુવકનું મોત, અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. આવી જ અકસ્માતની ઘટના જામનગરમાં બની છે. જામનગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ હોવાનું સામે આવી છે. BMW કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે.

નાની બાણુગરના પાટિયા પાસે BMW કાર ચાલકે કાબુ ગુમાવ્યો હોવાથી અકસ્માત સર્જાયો હતો.

પૂરપાટ ઝડપે આવતી BMW કારના ચાલકે બાઈક ચાલક દિનેશ મકવાણાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેમાં મૃતકના પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

તો બીજી તરફ આજે જામનગરથી દ્વારકા પગપાળા જતા યાત્રિકોને પણ અકસ્માત નડ્યો છે. જામનગર – દ્વારકા હાઈવે પર પૂરપાટ ઝડપે આવતી કારે 4 પદયાત્રીને અડફેટે લીધા હતા. જેમાંથી 3 લોકોના તાત્કાલિક ધોરણે મોત થયા હોવાનું સામે આવ્યુ છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.