દુર્ઘટના@ખારેચીયા: બેકાબુ થયેલા ટ્રકે ટ્રેકટરને ઠોકર મારતા ભયાનક અકસ્માત સર્જાયો

સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
 
દુર્ઘટના@ખારેચીયા: બેકાબુ થયેલા ટ્રકે ટ્રેકટરને ઠોકર મારતા ભયાનક અકસ્માત સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં દરરોજ દુર્ઘટનાઓ બનતીજ હોય છે.રોજ કોઈને-કોઈ જગ્યાએથી દુર્ઘટનાના કિસ્સા સાંભળવા મળતાજ હોય છે.ડ્રાઈવરોની ભૂલના કારણે માસુમ લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે.ડ્રાઈવરો સરખુ ડ્રાઈવિંગ કરતા ના હોવાથી દુર્ઘટના બનતી હોય છે.જડપી ડ્રાઈવિંગના કારણે સાધન પર કાબુ ના રહેતા અકસ્માત બને છે.મોરબીમાંથી ભયાનક દુર્ઘટના સામે આવી છે.ખાચરિયા ગામના પાટીયા પાસે બેકાબુ ટ્રકે ટ્રેક્ટરના પાછળના સાંતીડામાં ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર પરથી નીચે પડેલા આધેડ પર ટ્રકનું વ્હીલ ફરી વળતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ નવા ખારચીયા, પ્રભુભાઇ ઉર્ફે બાલુભાઇ ગોકળભાઇ અંદોદરીયાના મકાનમાં ભાડે રહેતા ફરિયાદી સબલીબેન માનસિંહ મેહડાએ આરોપી ટ્રકચાલક જીજે ૧૨ બી ડબ્લ્યુ ૭૧૫૯ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સબલીબેન તેમના પતિ માનસિંહ, દીકરી, જમાઈ અને અન્ય સંતાનો સાથે નવા ખાચરિયા ગામે ખેતીની જમીનમાં ભાગમાં મજૂરી કામ કરે છે.

 શેઠની વાડીમાં નિંદામણ કરવા તમામ મજૂરોને જવાનું હોવાથી સબલીબેનના જમાઈ તેમના શેઠનું ટ્રેક્ટર GJ-36-R-6036 લઈને આવ્યા હતા. જેમાં સબલીબેન, તેમના પતિ માનસિંહ, તેમની દીકરી તથા તેમના પાડોશમાં રહેતા અન્ય શ્રમિકો ટ્રેક્ટરમાં બેસીને મજૂરી કામ અર્થે જવા નીકળ્યા હતા. જેમાં પુરુષો પાછળ સાંતીડા ઉપર બેઠા હતા, મહિલાઓ ટાયરના પંખા પર બેઠા હતા અને તેમના જમાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા.સવારે ૦૭: ૦૦ વાગ્યાની આસપાસ જુના ખાચરિયા ગામના પાટીયા પાસે એક રોડ તરફથી બીજો રોડ તરફ જવાનો ડાયવર્ઝન હોય જેથી સબલીબેનના જમાઈએ ટ્રેક્ટરનો વણાંક વાળી ડાયવર્ઝન વાળા રોડ ઉપર ટ્રેક્ટર ચડાવતા પાછળથી એક બેકાબુ ટ્રક GJ-12-BW-7159નો ચાલક પુરપાટ વેગે આવ્યો હતો અને ડાયવર્ઝન વાળા રોડ ઉપર અચાનક વળાંક લઈ ટ્રેક્ટરના પાછળના ભાગે સાંતીડામાં પાછળથી ઠોકર મારી હતી. જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાંતીડા પર બેઠેલા પુરુષો પડી ગયા હતા અને ટ્રેક્ટર પર સવાર મહિલાઓ ઘાયલ થઈ હતી. જેમાં માનસિંહના ડાબા હાથનો ખંભો તથા છાતીનો ભાગ ટ્રકના આગળના ભાગે ડ્રાઇવર સાઈડના વ્હીલ નીચે આવી ગયો હતો. જેથી માનસિંહનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું તો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે