દુર્ઘટના@મહેસાણા: ટ્રક પાછળ ડમ્પર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો, જાણો વધુ વિગતે

 ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો.
 
દુર્ઘટના@મહેસાણા: ટ્રક પાછળ ડમ્પર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  મહેસાણા નજીક આવેલા રામપુરા ચોકડીથી આગળ રેલવે ઓવર બ્રિજ પર વહેલી સવારે એક ડમ્પરને અકસ્માત નડ્યો હતો. જેમાં ડમ્પરમાં રહેલા ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા બહાર નીકળી શકે એમ ના હોઈ મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટીમો દોડી આવી પોતાની પાસે રહેલા આધુનિક સાધનોનો ઉપયોગ કરી ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો.

આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં મહેસાણાના રામપુરા ચોકડીથી પાલાવાસણા બાજુ આવેલા રેલવે ઓવર બ્રિજ પરથી ડમ્પર પસાર થઈ રહ્યુ હતું, એ દરમિયાન રોડ પર ઉભેલા અન્ય એક ટ્રક પાછળ ડમ્પર અંધારામાં અથડાઈ ગયું હતું. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમા ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગને થતા ટીમ તાત્કાલિક વહેલી સવારે ઘટના સ્થળે દોડી આવી, હોલ મેટ્રો સ્પેડર,હોલ મેટ્રો હોઝ,હોલ મેટ્રો રેમ,હોલ મેટ્રો પાવર યુનિટ નો ઉપયોગ કરી કેબિન માં ફસાયેલા ડ્રાઇવરને પતરા કાપી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે ત્યાં રહેલા પટેલ સાગર ભાઈ એ  જણાવ્યું કે, ઠાકોર સુરેશજી ડ્રાઇવીંગ કરી રહ્યો હતો અને રેલવે ઓવર બ્રિજ પર રાત્રે એક અન્ય ટ્રક પાર્ક કરેલ હતી. અંધારામાં અન્ય વાહનોના લાઈટથી ડ્રાઈવર અંજાઈ જતા તે આગળ ઉભેલા અન્ય વાહન સાથે ટકરતા અકસ્માત સર્જાયો હતો.