દુર્ઘટના@મહેસાણા: ગાડીચાલકે પાછળથી ટક્કર મારતાં છકડામાં સવાર મહિલાનું મોત નીપજ્યું

 4 વર્ષની પાૈત્રીને ગંભીર ઈજા પહોંચી હતી
 
દુર્ઘટના@મહેસાણા: ગાડીચાલકે પાછળથી ટક્કર મારતાં છકડામાં સવાર મહિલાનું મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. કડી તાલુકાના ખેરપુર બસ સ્ટેશન નજીક શનિવારે રાત્રે ગાડીચાલકે પાછળથી ટક્કર મારતાં છકડામાં સવાર માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર અને 4 વર્ષની પાૈત્રીને ગંભીર ઈજા પહોંચી હતી. છકડાચાલક પુત્રનો બચાવ થયો હતો.

મૂળ વિઠ્ઠલાપુરના અને હાલ ખેરપુરમાં રહેતા પંકજસિંહ નવુભા દરબાર શનિવારે સાંજે ગામમાં બોર પર રહેતા મોટા બાપા તખુભા ભીખુભા સોલંકીને મળવા છકડો લઈ તેમના મોટાભાઈ ગોબરસિંહ, તેમની માતા રામબા (44) અને 4 વર્ષની ભત્રીજી ધનિષ્કાબા ગોબરસિંહ સાથે બોરે ગયા હતા અને તેમને મળીને રાત્રે દશેક વાગે પરત અાવતાં છકડો ખેરપુર બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઇ રહ્યો હતો.

ત્યારે ગાડીના ચાલકે પાછળથી ટક્કર મારતાં છકડો ચક્કર મારી ગયો હતો, જેમાં ચાલક પંકજસિંહ છકડામાંથી બહાર ફેંકાઈ ગયો હતો. તેમજ છકડામાં બેઠેલાં રામબા, ગોબરસિંહ અને નાની દીકરી રોડ પર પટકાયાં ગંભીર ઇજા ગતાં ત્રણેને કડી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં 44 વર્ષીય રામબાને તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગોબરસિંહ અને તેમની દીકરીને દાખલ કરાયાં હતાં. ગાડીચાલક અકસ્માત બાદ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. મૃતકના પુત્ર પંકજસિંહ દરબારે ગાડીચાલક વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.