દુર્ઘટના@મોરબી: 12 સાયન્સની પરીક્ષા દેવા જતાં સમયે બાઇક સ્લીપ થતાં વિદ્યાર્થીનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ટંકારા તાલુકાના રહેતો યુવાન બાઇક લઈને વાલાસણ ગામે આવેલ સ્કૂલમાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતો દેવાંગ બીપીનભાઈ આદ્રોજા (18) નામનો યુવાન બાઇક લઈને મિતાણાથી વાલાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થયું હતું.
જેથી કરીને અકસ્માતના બનાવમાં દેવાંગને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દેવાંગ આદ્રોજા વાલાસણ ગામે ધો.
12 સાયન્સની પરીક્ષા આપવા માટે તા 17 ના રોજ બપોરે બે વાગ્યે સ્કૂલે જતો હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી અકસ્માતના આ બનાવના લીધે બે બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે