દુર્ઘટના@મોરબી: મોટર સાઈકલ ચાલકે કાબુ ગુમાવતા પાછળ બેઠલ યુવાનને ઈજા પહોચતા મૃત્યુ નીપજ્યું

મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ
 
દુર્ઘટના@મોરબી: મોટર સાઈકલ ચાલકે કાબુ ગુમાવતા પાછળ બેઠલ યુવાનને ઈજા પહોચતા મૃત્યુ નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ બની રહ્યા છે.મોરબીના નાની વાવડી ગામે શક્તિધામ સોસાયટીમાં રહેતા ગોરાભાઇ અમરાભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કે તેનો દીકરો ઉમેશ મોરબી કુટુંબી ભત્રીજા દિનેશભાઈના દીકરા ઉદયને મળવા માટે મોરબી લાયન્સનગરમાં મેહુલના ઘરે ગયો હતો. બાદમાં મેહુલનું મોટર સાઈકલ લઈને મેહુલ અને ઉમેશ બંને ઉદયને મૂકવા માટે મેહુલનું મોટર સાઈકલ જીજે ૩૬ એ ડી ૭૮૫૯ લઈને આમરણ ગયા હતા અને ઉદયને મુક્યા બાદ પરત મોરબી આવતા હોય.

દરમિયાન બગથળા નજીક ગોળાઈમાં પુર ઝડપે મોટર સાઈકલ ચલાવતા કાબુ ગુમાવી દેતા,રોડની સાઈડમાં બંને પડી ગયા હતા અને ઉમેશને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં હતો, તો મેહુલને શરીરે થતા હાથમાં સામાન્ય મુંઢ ઈજા પહોચી હતી.તો ઉનેશને પ્રથમ મોરબી બાદ સવાર માટે રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું .જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.