દુર્ઘટના@મોરબી: પોલીસની જીપે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, આધેડનું મોત નીપજ્યું

 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
 
 ગુનો@મોરબી: પરિણીતાને ત્રાસ આપીને મરવા મજબૂર કરનારા પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાના બનાવો સામે  આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  મોરબીના ઘૂટું ગામ નજીક બાઈક ચાલક આધેડને પોલીસ કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.  જેમાં આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું.  જે બનાવ મામલે મૃતકના પુત્રએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

પીપળી ગામે માર્કો વિલેજ સોસાયટીમાં રહેતા ધવલ હીરાભાઈ રજોડીયાએ બોલેરો જીજે ૧૮ જીબી ૫૫૮૦ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૭ ના રોજ માર્કો વિલેજ સોસાયટીમાં ભાડે રહેતા હાર્દિકભાઈ પઢીયારનો ફોન આવ્યો જેમાં પિતાના બાઈકને અકસ્માત થયાનું જણાવ્યું હતું.  માર્કો વિલેજ સોસાયટી સામે રોડ પર પોલીસની બોલેરો ગાડી સાથે અકસ્માત થતા પિતાને માથાના ભાગે તેમજ જમણા પગમાં ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.  જ્યાં સારવાર આપી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.  જ્યાં ગંભીર ઈજાને પગલે ફરિયાદીના પિતા હીરાભાઈ રાજોડીયાનું મોત થયું હતું . જેથી મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. 

આમ ફરિયાદીના પિતા માર્કો વિલેજ સોસાયટી સામે આવેલ દુકાનથી બાઈક જીજે ૦૩ બીજે ૮૫૦૫ લઈને મોરબી તરફ જવા નીકળ્યા હતા.  ત્યારે રોડ પર પોલીસની બોલેરો કાર જીજે ૧૮ જીબી ૫૫૮૦ ના ચાલકે ગાડીને ઓવરટેક કરવા જતા ફરિયાદીના પિતાના બાઈકને ઠોકર મારતા ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.  મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.