દુર્ઘટના@મોરબી: ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઈકને ઠોકર મારતા સગીર સહીત બેના મોત થયા

પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 
દુર્ઘટના@મોરબી: ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઈકને ઠોકર મારતા સગીર સહીત બેના મોત થયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મોરબીના ઉંચી માંડલ ગામના રહેવાસી વિજયભાઈ દેવસીભાઈ લાંબરીયા (ઉ.વ.૩૦) વાળાએ ટ્રક જીજે ૧૨ એયુ ૮૪૨૭ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ટ્રકચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી તળાવીયા શનાળા તરફથી આવી મોરબી હળવદ રોડ પર ચડાવી હળવદ તરફ જવા વણાંક લેતા ફરિયાદીના ફૈબાના દીકરા સુનીલ લાખાભાઈ પરસાદીયા (ઉ.વ.૧૯), ફરિયાદીના ભત્રીજા નયનભાઈ રાજેશભાઈ લાંબરીયા (ઉ.વ.૧૫) અને કુટુંબી ભાઈ કરણ ભરતભાઈ લાંબરીયા (ઉ.વ.૧૭) એમ ત્રણને બાઈક જીજે ૩૬ જે ૩૯૦૩ સહીત ત્રણેયને હડફેટે લીધા હતાજે અકસ્માતમાં સુનીલભાઈ અને નયનભાઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું તેમજ કરણભાઈને પગમાં ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે