દુર્ઘટના@ગુજરાત: ફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા 3 યુવકોના મોત નીપજ્યા

ફોર્ચ્યુનગર કારના આગળના ભાગ અને મોટરસાયકલના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી. પરંતુ, કારની અંદરથી એક જ નંબરની ત્રણ નંબર પ્લેટ મળતા સવાલો ઉઠ્યા છે.
 
દુર્ઘટના@પાલનપુર: ફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા 3 યુવકોના મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનવો સામે આવતા હોય છે.  ફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ફોર્ચ્યુનગર કારના આગળના ભાગ અને મોટરસાયકલના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી. પરંતુ, કારની અંદરથી એક જ નંબરની ત્રણ નંબર પ્લેટ મળતા સવાલો ઉઠ્યા છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઘાડા ગામના મહીપતસિંગ વાઘેલા, પંકજસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલા અને મહાવીરસિંગ વાઘેલા નામના યુવકો પોતાનું મોટરસાયકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા માટે ગયા હતા. ચારેય મિત્રો રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગરબા જોઈને પરત પોતાના ગામ ધાડા જઈ રહ્યા હતા ત્યારે ખીમંત ગામના ઉમેદપુરાના પાટીયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા રસ્તા પર મરણચીંસો ગુંજી ઉઠી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા ફોર્ચ્યુનગરના ચાલકે મોટર સાયકલને અડફેટે લઈને 200 મીટર સુધી ઢસડ્યું હતું. મોટરસાયકલ પર સવાર મહાવીરસિંહ નામનો યુવક ફેંકાય ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો મોટર સાયકલ સાથે જ ઢસડાયા હતા અને લોહીલુહાણ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

ધાનેરાના ખીમંત પાસે અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનગર કારમાં બે લોકો સવાર હોવાનું અને અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતના જે વીડિયો વાઈરલ થયા છે તેમાં એક વીડિયોમાં ફોર્ય્યુનગર કારમાં દારૂની બોટલ પડી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જો કે, પોલીસ દ્વારા આ મામલે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી.

ફોર્ચ્યુનર અને મોટર સાયકલ વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે, કારના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા હતા. જ્યારે મોટર સાયકલના પણ ટુકડેટુકડા થઈ ગયા હતા. ફોર્ચ્યુનર કારમાં એકપણ નંબર પ્લેટ લાગેલી ન હતી. પરંતુ, કારની અંદરથી કુલ ત્રણ નંબર પ્લેટ મળી આવી હતી.