દુર્ઘટના@રાજકોટ: પટેલ વાડી પાસે રીક્ષામાંથી નીચે પટકાતા પ્રૌઢનું મોત નીપજ્યું

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
 
પટેલ વાડી પાસે રિક્ષામાંથી પડી જવાથી ઘવાયેલા પ્રૌઢનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારની પટેલ વાડી પાસે રિક્ષામાંથી પડી જવાથી ઘવાયેલા પ્રૌઢનું મોત નીપજ્યું હતું.

રામનાથપરામાં રહેતા પ્રમોદભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.64) મોરબીના સનાળા રોડ પર આવેલા પોતાના પેટ્રોલ પંપે ગયા હતા અને પંપે જરૂરી કામ પૂરું કરી ખાનગી વાહનમાં બેસી પારેવડી ચોકે ઉતર્યા હતા અને ત્યાંથી રિક્ષામાં બેસી રામનાથપરામાં પોતાના ઘરે જવા નીકળ્યા હતા. રિક્ષા પટેલ વાડી પાસે પહોંચી હતી ત્યારે પ્રમોદભાઇ ચાલુ રિક્ષામાંથી નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રમોદભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બનાવથી સોલંકી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.