દુર્ઘટના@રાજકોટ: ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી
આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયાં છે.
Dec 11, 2024, 16:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે.
બુધવારની રજા હોય કામદારોની સંખ્યા દરરોજ કરતા ઓછી હતી. હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. આ આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયાં છે.
આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવા કવાયત શરૂ કરવામાં આવી છે.