દુર્ઘટના@સાપુતારા: લાકડા ભરેલો ટ્રક અને કાર વચ્ચેના ગંભીર અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં
કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો
Jan 4, 2024, 19:09 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાપુતારા ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર તમામ 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતાં આ કરૂણ ઘટના બની હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર કુલ 5 વ્યક્તિના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.