દુર્ઘટના@સુરત: BRTS બસે અકસ્માત સર્જતા 2 લોકોના મોત નિપજ્યા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

BRTS બસે લોકોને અડફેટે લીધા 
 
 દુર્ઘટના@સુરત: BRTS બસે અકસ્માત સર્જતા 2 લોકોના મોત નિપજ્યા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ભયાનક દુર્ઘટનાઓ સામે આવતીજ  હોય છે. સુરતમાં BRTS બસે લોકોને અડફેટે લીધા છે. BRTS બસે કતારગામના ગજેરા સર્કલ પાસે આ અકસ્માત સર્જતા 8 જેટલા બાઈકને અડફેટે લીધા છે. આ ઉપરાંત લોકોને પણ બસે અડફેટે લેતા 2 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. બંને લોકોએ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાના સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાને લઈ પ્રાથમિક વિગતો મેળવવા અને તપાસ કાર્યવાહી શરુ કરી છે.

અકસ્માતની ઘટનામાં અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી છે. જેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં ગંભીર લોકોને ત્વરીત સારવાર હાથ ધરાઈ છે. જ્યારે અન્ય કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ  રોષે ભરાવાને લઈ પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાવાના  પ્રાથમિક કારણને જાણવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રિક બસના ચાલકે કેવા સંજોગોમાં અકસ્માત સર્જ્યો એ અંગે તપાસ શરુ કરી હતી. જેમાં પ્રાથમિક રીતે જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવા સાથે બસની ઝડપ પણ એકા એક વધી હોય કે પહેલાથી જ વધારે હતી એવા તમામ સવાલો સાથે તપાસ કાર્યવાહી શરુ કરી છે.

ભીડ ભાડ ભર્યા વિસ્તારમાં અકસ્માતની ઘટનાને પગલે મોટી ઘટના સર્જાઈ હતી. બીજી તરફ અકસ્માતને પગલે બ્રિજ પર પણ ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામ થવાને લઈ પોલીસના કાફલા ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. અગાઉ પણ આવી જ ઘટનાઓ સુરતમાં ઘટતી હોવાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. સુરતમાં અકસ્માતના વધતા પ્રમાણને લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની માંગ વર્તાઈ રહી છે.