દુર્ઘટના@ટંકારા: બાઈક આડે કૂતરું ઉતરતા મોટર સાયકલ સ્લીપ થઇ અને ગંભીર ઇજાઓ પહોંચી

ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 
દુર્ઘટના@પાટણઃ ઇક્કો અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કરમાં યુવકનું મોત, અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ટંકારાના લતીપર રોડ પર બાઈક આડે કૂતરું ઉતરતા મોટર સાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેને પગલે અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ ચાલક વૃદ્ધનું મોત થયું હતું.જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છેટંકારાના નેસડા (સુ) ગામે રહેતા નારાયણભાઈ પોપટભાઈ વાઘેલાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૮ના રોજ તેમના ૬૫ વર્ષીય પિતા પોપટભાઈ પીતાંબરભાઈ વાઘેલા પોતાના મોટરસાયકલ GJ 23 F 5227 પર લતીપર રોડ ઉપરથી ઓટાળા ગામ તરફ આગળ જતા હતા.

એ વખતે તેમનું મોટરસાયકલ પૂરપાટ વેગે પસાર થઈ રહ્યું હતું ત્યારે આગળ સિમેન્ટના કારખાના સામે રોડ પર અચાનક એક કુતરુ આડુ ઉતર્યું હતું. જેને પગલે પોપટભાઈએ મોટરસાયકલ પરથી કાબુ ગુમાવ્યો હતો અને મોટરસાયકલ સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં પોપટભાઈને માથાના ભાગે અને ડાબી આંખ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડતા વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પોપટભાઈનું મોત નીપજ્યું હતું.જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે