દુર્ઘટના@ડીસા: ટ્રેલરની ટક્કરે બાઇક સવાર શિક્ષકની પત્નીને ગંભીર ઈજા પહોચતા મોત નીપજ્યું

 ઘટનાને પગલે લોકો ઉમટ્યાં હતાં.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા  છે. રોજકોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવતી હોય  છે. ડીસા-પાલનપુર નેશનલ હાઈવે ઉપર રસાણા નહેર પાસે મંગળવારે સાંજે ટ્રેલર ચાલકે બાઈક સવાર દંપતીને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા. જેના કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકો ઉમટ્યાં હતાં.

ડીસા-પાલનપુર નેશનલ હાઈવે ઉપર રસાણા નહેર પાસે મંગળવારે સાંજે ટ્રેલર ચાલકે બાઈકને પાછળથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.માણસા ગામના વિનોદભાઈ વાપારાણી ડીસા તાલુકાના ભીલડી પાસે રતનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની હીનાબેન વાપારાણી સાથે બાઈક પર પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા અને રસાણા નહેર પરથી પસાર થઈ રહ્યા હતા.

તે સમયે પાછળથી આવી રહેલ ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી 50 ફૂટ જેટલા ઘસડાયા હતા. જેના કારણે બાઇક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ થઈ ગઈ હતી. જ્યારે શિક્ષક વિનોદભાઈને પણ નાની મોટી ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિનોદભાઈ તેમજ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું કરુણ મોત થયું હતું. 10 વર્ષીય એક પુત્રીની માતાનું આકસ્મિક અવસાન થતાં પરિવાર પર માતમ છવાયો હતો. અકસ્માતને પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રતનપુરાના શિક્ષક અને તેમની પત્ની પાલનપુરથી ડીસા તરફ જતા હતા