દુર્ઘટના@ગુજરાત: અંકલેશ્વરમાં બે ટ્રક સામસામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો, 1નું મોત નીપજ્યું

ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ
 
દુર્ઘટના@ગુજરાત: અંકલેશ્વરમાં બે ટ્રક સામસામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો, 1નું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ  કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. અંકલેશ્વર મોતાલી પાટિયા પાસે રસ્તો ઓળંગતા ટ્રક ડ્રાઇવરનું અન્ય ટ્રકની ટકકરે મોત થયું છે.

અંકલેશ્વરથી ભરૂચ જતાં ટ્રેક પર મૂળ મહારાષ્ટ્રના સેવંગીના રહેવાસી ટ્રક ચાલાક વિનોદ કાશીનાથ સંપકલ ટ્રક રોડની સાઇડ પર પાર્ક કરી સામેના ટ્રેકમાં કામ માટે જતાં હતાં તે સમયે અજાણ્યો ટ્રક ચાલક તેને ટકકર મારી ભાગી ગયો હતો.

તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાને પગલે સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ ઘટના અંગે 108 તેમજ પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બનાવ અંગે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી તેમજ ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.