દુર્ઘટના@હળવદ: બેકાબુ ટ્રેલરે ૩ લોકોને હડફેટે લેતા બાળકી સહીત બેના મોત,જાણો વધુ

અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા
 
દુર્ઘટના@પાટણઃ ઇક્કો અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કરમાં યુવકનું મોત, અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં દિવસે-દિવસે દુર્ઘટના કિસ્સા ખુબજ વધી રહ્યા છે.રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના સમાચાર સાંભળવા મળતાજ હોય છે.ઝડપી ડ્રાઈવિંગ કરવાના કારણે અને દારૂ ,બિયર જેવા પીણા પીને ડ્રાઈવિંગ કરવાના કારણે અકસ્માત સર્જાય છે.હાલમાંજ હદય કંપાવી એવી અકસ્માતની ઘટના સામે આવી છે.હળવદના રણજીત ગઢના પાટિયા પાસે બેકાબુ ટ્રેલરે ૩ લોકોને અડફેટે લીધા હતા. જેને પગલે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર ચાલક ત્રણેયને ૪૦૦ મીટર સુધી ઢસડી ગયો હતો. આ અકસ્માતમાં બાળકી સહીત બેના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ફરિયાદી કાળુભાઇ નાથાભાઇ સાગીયાએ આરોપી ટ્રેલર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૨૫ના રોજ કાળુભાઈ તેમની પત્ની શારદાબેન અને મોટી દીકરી ૧૫ વર્ષીય શર્મિલા તથા તેની ભત્રીજી ૮ વર્ષીય બીજુબેનને લઈને પોતાના વતન નવાબગા જવા માટે નીકળ્યા હતા.

તેઓ રણજીત ગઢના પાટિયા પાસે માળીયા થી હળવદ જતા હાઇવે પર ઉભા હતા. એ સમયે કાળુભાઈના શેઠ હીરાભાઈ તેમને ખર્ચ માટેના રૂપિયા આપવા માટે આવવાના હતા. સવારના ૦૯:૪૫ વાગ્યે શેઠ હીરાભાઈ પોતાના મોટર સાયકલ પર આવ્યા હતા અને નીચે ઉતરીને તેઓ કાળુભાઈ પાસે જતા હતા. એ સમયે માળિયા તરફથી આરોપી ટ્રેલર ચાલક નં. જીજે-૧૪-ઝેડ-૬૪૦૦ પુરપાટ વેગે આવ્યો હતો અને બંને દીકરીઓ તથા હીરાભાઈને ટ્રેલરના નીચે ઢસડી લઈ આશરે ૪૦૦ મીટર સુધી ઢસડી ગયો હતો અને રોડ નીચે બ્રાહ્મણી કેનાલની મેઇન નહેર ઉપર આવેલ પુલના પાળા સાથે ટ્રેલર અથડાયું હતું અને ટ્રેલર કેનાલમાં પલટી મારી ગયું હતું.

આ ગમખ્વાર અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જ્યાં બંને દીકરીઓ તથા હીરાભાઈ ટ્રેલર નીચે ટાયરોમાં ફસાઈ ગયા હતા. સ્થાનિકો સત્વરે ટ્રક પાસે પહોંચ્યા હતા અને બંને દીકરીઓ તથા હીરાભાઈ ને ટ્રકના ટાયરમાંથી કાઢવાની કવાયટ શરૂ કરી હતી પરંતુ એકમાત્ર હીરાભાઈ જ બહાર નીકળ્યા હતા. જ્યારે બંને દીકરીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી. જ્યાં શર્મિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. જ્યારે બીજુબેન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મૃત્યુ પામી હતી. બંનેને ક્રેન દ્વારા ટ્રેલર નીચેથી બહાર કાઢવામાં આવી હતી. અને હીરાભાઈને ૧૦૮ મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે