દુર્ઘટના@વલસાડ: પિકઅપ ગાડીએ બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત

 આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.
 
દુર્ઘટના@પાટણઃ ઇક્કો અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કરમાં યુવકનું મોત, અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવતી હોય છે.  પારડીના ચીવલ ગામમાં ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ૨ લોકોના મોત થયા છે અને ૩ લોકોને ગંભીર ઇજા પંહોચી છે. ઘટનાની સામે આવેલ વિગત મુજબ પારડીના ચીવલ ગામ પાસે થયેલ અકસ્માતમાં પિકઅપ ગાડીએ બાઈકને અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.

રાજ્યમાં માર્ગ સુવિધા સારી હોવા છતાં અકસ્માતોની સંખ્યા વધી છે. લોકો બેફામ વાહનો હંકારતા જોવા મળ્યા. પારડીમાં પિકઅપ ગાડીએ બાઇકને અડફેટે લેતા ઘટનાસ્થળ પર જ બે લોકોના મોત થયા. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. અકસ્માતને પગલે પારડી પોલીસ ઘટના સ્થળ પર પંહોચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે પારડીના ચીવલ ગામમાં થયેલ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને મૃતક પારડીના નાના વાઘછીપા વિસ્તારના છે.

વલસાડ હાઈવે પર અવાર-નવાર અકસ્માતોની વણઝાર જોવા મળી છે. અગાઉ વડોદાર નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ૨ લોકોના મોત અને ૫ને ગંભીર ઇજાઓ પંહોચી હતી. તો બે વર્ષ પહેલા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્સાથે ૯ કારો એકબીજા સાથે અથડાઈ હતી. હાઈવે પર સર્જાયેલ આ અકસ્માતને પગલે લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો.

સદનસીબે આ વિચિત્ર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માત થવાનું મોટું કારણ બેદરકારી અને વધુ પડતી સ્પીડ હોવાનું ટ્રાફિક પોલીસે જણાવે છે. ટ્રાફિક પોલીસ આથી લોકોને વાહન ચલાવતી વખતે મોબાઈલ જેવા ઉપકરણોનો ઉપયોગ ના કરવા અને વધુ પડતી સ્પીડે વાહન ના ચલાવવાની સલાહ આપતી હોય છે.