દુર્ઘટના@વડોદરા: દિવાળીની રોશની જોવા નીકળેલા યુવકને કાળ ભરખી ગયો
અકસ્માતને લઈ લોકોના ટોળા ભેગા થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો
Oct 19, 2025, 18:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પર એક્ટિવા લઈને રોશની જોવા જઈ રહેલા ધિર પટેલ નામના યુવકને ટ્રકે ટક્કર મારતા ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત થયુ હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થતા અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
યુવકનો જન્મ દિવસ હોવાથી બધા મિત્રો જમ્યા બાદ દિવાળીને લઈ કરાયેલ રોશની જોવા નીકળ્યા હતા અને કાળ ભરખી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા આખે આખું ટ્રકના આંગળના ભાગમાં ઘૂસી ગયું અને યુવાનને ગંભીર ઈજાઓ થતા લોહીનું ખાબોચિયું ભરાયું હતું. અકસ્માતને લઈ લોકોના ટોળા ભેગા થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

