દુર્ઘટના@ગુજરાત: બાઈક અને એક્ટિવા વચ્ચેના ભયાનક અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના ભયાનક બનાવો સામે આવતા હોય છે. આ અકસ્માતના બનાવોમાં લાખો લોકો મોતને ભેટતા હોય છે. કલોલ હાઈવે પર જનપથ પેટ્રોલ પંપથી સિદબાદ તરફ જતા સર્વિસ રોડ પર એક બાઈક તેમજ એક્ટીવાનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર એક યુવાનનું મોત નીપજયું હતું.
કલોલના રેલવે પુર્વ વિસ્તારમાં આવેલ આઝાદ નગર સોસાયટીમાં રહેતા નરસિંહભાઇ પ્રભુભાઈ વજીર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની સાથે તેમના મામાના દીકરા પુરાભાઈ હરાભાઇ વજીર પણ તેજ કંપનીમાં નોકરી કરતા હતા. જેઓ ગત તા 18 એપ્રિલના રોજ બાઈક લઈ નોકરી ગયા હતા.
સાંજે ઘરે આવી રહ્યા હતા. જેમનું બાઈક જનપથ પેટ્રોલ પંપથી સિદબાદ તરફ જઈ રહ્યુ હતુ. તે દરમિયાન સામેથી આવી રહેલ એક્ટીવા ચાલકે બાઈકને ટક્કર મારી હતી. સારવારમાં પુરાભાઈનું મોત નીપજયું હતું.