દુર્ઘટના@ગુજરાત: ખાડામાં પટકાયેલી કાર બેકાબુ થયા બાદ પલટી જતા 8 વર્ષીય બાળકીનું મોત

ઉતરાયણના તહેવાર નિમિતે કચ્છમાં ફરવા માટે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યો હતો.
 
દુર્ઘટના@ગુજરાત: ખાડામાં પટકાયેલી કાર બેકાબુ થયા બાદ પલટી જતા 8 વર્ષીય બાળકીનું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘ્ત્નોમ સામે અવતી હોય છે. ઉતરાયણના તહેવાર નિમિતે કચ્છમાં ફરવા માટે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યો હતો.એ દરમિયાન સફેદ રણનો નજારો માણવા જઈ રહેલા અમદાવાદના પરિવારને વેકરીયાના રણમાં અકસ્માત નડ્યો હતો અને ખાડામાં પટકાયેલી કાર બેકાબુ થયા બાદ પલટી જતા 8 વર્ષીય બાળકીએ ગંભીર ઈજાઓથી દમ તોડી દીધો હતો.જયારે ગોરેવલી પાસે પવનવેગે જતી કાર બાવળોમાં ખાબકી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં રહેતા મહેન્દ્રભાઈ મનસુખભાઈ કોડાવલા પોતાના પરિવાર સાથે કાર નંબર જીજે 01 કેડી 9228 વાળી લઇ ભુજ આવ્યા હતા.બુધવારે સવારે ભુજથી તેઓ ધોરડો સફેદ રણમાં જઈ રહ્યા હતા.એ દરમિયાન સાડા આઠ વાગ્યાના અરસામાં લોરીયા ચેકપોસ્ટથી આગળ વેકરીયાના રણમાં રસ્તા પર અચાનક આવેલા ખાડામાં આઈ10 કાર પટકાઈ હતી.જે બાદ બેકાબુ થયેલી કાર પલટી ગઈ હતી.

અકસ્માતમાં કારમાં સવાર 8 વર્ષીય ઉર્વી મહેન્દ્રભાઈ કોડાવલાને માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજ્યું હતું.જયારે 33 વર્ષીય ગાયત્રીબેન અને 5 વર્ષીય ધ્રુમીલને ઈજાઓ પહોચતા સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે માધાપર પોલીસ મથકની ટીમ સ્થાનિકે દોડી ગઈ હતી અને ઘટનાને પગલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બીજી તરફ ગોરેવલી પાસે એક કાર પુરઝડપે પસાર થઇ રહી હતી.એ દરમિયાન બેકાબુ થઇ એક બાઈકને હડફેટે લીધો હતો.

તે બાદ ધૂળની ડમરીઓ ઉડાડતી બાવળની ઝાડીઓમાં ખાબકી હતી.સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી.કારની ઝડપ વધારે હોવાથી બનાવ બન્યો હોવાનું હાલના તબક્કે સામે આવી રહ્યું છે. જોકે અકસ્માતમાં કેટલા લોકોને ઈજા પહોચી છે તે હજુ સુધી સામે આવ્યું નથી.