દુર્ઘટના@ગુજરાત: 5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 વ્યક્તિનાં ઘટના સ્થળે મોત

2 વ્યક્તિનાં ઘટના સ્થળે મોત 
 
દુર્ઘટના@ગુજરાત: 5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. ફરી એકવાર હદય કંપાવી ઉઠે એવી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે 5વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 2 વ્યક્તિનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.

મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે રોડ પર 3થી 4 કિમીનો લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો.

આથી હાલોલ-વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. 2 વ્યક્તિ ફસાઈ હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને કરવામાં આવી હતી.