દુર્ઘટના@ગુજરાત: ખાધતેલ ભરેલા ટેન્કરમાં અકસ્માતના કારણે ભયાનક આગ ભભૂકી
ટેન્કરમાંથી ડ્રાઇવરનું માત્ર હાડપિંજર જ મળ્યું
Apr 22, 2024, 08:21 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં અકસ્માતના કારણે વાહનોમાં આગના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. નાગણી (સિરોહી) કંડલા હાઈવે પર ખાદ્યતેલ ભરેલી ટેન્કર અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. બંને વાહનોમાં આગ લાગી હતી. અકસ્માતમાં ટેન્કર ચાલક જીવતો ભુંજાઈ ગયો હતો.
કંડલા સિરોહી હાઈવે પર બનેલી આ ઘટનામાં હાઈવે પર જઈ રહેલા અન્ય એક ટ્રોલી ચાલકે 2 મિનિટમાં જ ત્રણ લોકોને બચાવી લીધા હતા. અકસ્માત બાદ હાઇવે પર બે કલાક સુધી જામ થઇ ગયો હતો.
3 લોકોને બચાવનાર અલવરના રહેવાસી ટ્રોલી ડ્રાઈવર ઈકબાલ ખાને જણાવ્યું કે બપોરે હાઈવે પર ઓવરટેક કરવાને કારણે આ અકસ્માત થયો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ ટેન્કરમાંથી ડ્રાઇવરનું માત્ર હાડપિંજર જ મળ્યું હતું. પોલીસ સ્ટેશનના અધિકારીએ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

