દુર્ઘટના@ગુજરાત: કારના ચાલકે 8 વર્ષના બાળકને અડફેટ લેતા મોત નીપજ્યું

ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું
 
દુર્ઘટના@ગુજરાત: કારના ચાલકે 8 વર્ષના બાળકને અડફેટ લેતા મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવ સામે આવતા હોય છે. ભાવનગર હાઈવે પર બળધોઈ ડુંગર પાસેથી પસાર થતી કારના ચાલકે આઠ વર્ષના બાળકને ઠોકરે લેતાં તેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.

ભાવનગર હાઇવે પર આવેલા બળધોઇ ડુંગર પાસે અકસ્માત સર્જાયો હતો અને પુરપાટ ધસી આવેલી કારના ચાલકે ઠોકરે લેતાં હર્ષ દીનેશભાઈ ટાઢાણીનું ગંભીર ઇજાના લીધે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

હર્ષ તેના પરિવાર સાથે બળધોઇ ડુંગર પર ચાલી રહેલા ખોડિયાર માતાના પાટોત્સવમાં ભાગ લેવા આવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. જસદણના બળધોય ડુંગર નજીક અકસ્માત સર્જાયો હર્ષ ધોરણ 3માં અભ્યાસ કરતો હતો અને દીનેશભાઈના બે પુત્રમાં નાનો હતો. બનાવના પગલે પાંચવડા ગામમાં સોપો પડી ગયો હતો. અકસ્માત બાદ હર્ષને સિવિલમાં ખસેડાયો હતો અને ત્યાંથી પીએમ માટે મૃતદેહને લઇ જવામાં આવ્યો હતો. વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.