દુર્ઘટના@ગુજરાત: બર્થ-ડે પાર્ટીથી આવતા પરિવારને અકસ્માત નડ્યો, 4 લોકોના મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રીના સમયે હિંમતનગર કારમાં જતો નેત્રામલી પરિવારને ડાઈવર્ઝન કટ પર ઇડર થી હિંમતનગર તરફ પુરઝડપે જતા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં એક બાળકી સહીત ચારના મોત નીપજ્યા હતા જયારે બે બાળકી સહીત ચારને ઈજાઓ થતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત અંગે જાદર પોલીસને જાણ થતા ઘટના સ્થળ બાદ હિંમતનગર સિવિલમાં પહોચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે જાદર પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી મુજબ ઇડરનો નેત્રામલીની જરીવાલા પરિવાર ગુરુવારે રાત્રીના સમયે હિંમતનગરમાં તેમના સંબધીને ત્યાં જન્મદીવસનો પ્રસંગ પૂર્ણ કરીને ત્રણ બાળકો સહીત પરિવાર કાર નં MH.02.CV.6823માં નેત્રામલી આવવા નીકળ્યા હતા.
દરમિયાન 11 કલાકની આસપાસ નેત્રામલી થી ચાર કિમી દૂર દરામલી પાસે સ્ટેટ હાઈવેના ચાલતા સમારકામને લઈને દિવ્ય ચેતના કોલેજ આગળ આપેલ ડાઈવર્ઝન તરફ જતા સમયે ઇડર તરફથી માતેલા સાંઢ ની જેમાં ડમ્પર અને કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેને લઈને કારમાંથી પરિવારજનો રોડ પર ફેકાયા હતા.અકસ્માતને લઈને આવતા જતા વાહન ચાલકો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.આ અકસ્માતમાં એક બાળકી સહીત ચારના મોત નીપજ્યા હતા.તો બે બાળકી સહીત ચાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં કારમાં ફસાયેલા મૃત ચાલકને લોકોએ દરવાજો તોડી બહાર કાઢ્યો હતો.અકસ્માત અંગે 108 અને જાદર પોલીસને જાણ થતા રાત્રીના સમયે તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તો પોલીસે પણ રોડ પર વાહનો હટાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.બીજી તરફ પોલીસે સ્થળ બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પહોચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.