દુર્ઘટના@ગુજરાત: ટ્રકના ચાલકે અચાનક સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવી દેતા ભયાનક અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત નીપજ્યા

મૃતદેહને ખીણમાંથી બહાર કઢાયા હતા.
 
દુર્ઘટના@રાજકોટ: બાઈક બોલેરો સાથે અથડાતાં 2 સગા ભાઇઓના ટૂંકી સારવારમાં કમકમાટીભર્યા મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટના યુ ટર્ન વળાંકમાં નાસિકથી ખાંડ ભરીને જતી વેળાએ ટ્રકના ચાલકે અચાનક સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવી દેતા ટ્રક ઊંડી ખીણમાં ખબકતા ટ્રકનો કચર ઘાણ બોલી ગયો હતો જેમાં ગુંદરણા ગામ નો કલિનર તથા કસાણ ગામના ચાલક નું ઘટના સ્થળે જ મોત થયું હતું અને મહા મહેનતે બંનેના મૃતદેહને ખીણમાંથી બહાર કઢાયા હતા.

ગિરિમથક સાપુતારા યુ ટર્ન માં રવિવારે સવારે ૭.૦૦ વાગે નાસિકથી ખાંડ ભરીને સુરત જતી ટ્રક ખીણમાં ખાપકી હતી ત્યારે મહુવા તાલુકાના કસાણ ગામ નો ચાલક ઈશ્વર (રામભાઈ) ધીરુભાઈ તરસીયા (ઉ.વ.૨૮ રહે. કસાણ તા. મહુવા તથા ગુંદરણા ગામનો કલીનર સંજય (ગુડ્ડી) સવજીભાઈ ગોહિલ (ઉ.વ.૩૦ રહે. ગુંદરણા તા. મહુવા) ના ઘટના સ્થળે જ મોજ થયા હતા અને પીએમ ત્યાં નજીકની હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હતું.

જેમાં ઈશ્વર તરસીયા ને સુરત ખાતે અને સંજય ગોહિલને ગુંદરણા ગામે લાવીને આજે સવારે અંતિમવિધિ કરવામાં આવી હતી જેમાં સંજયનો મૃતદેહ સોમવારે ગુંદરણા ગામે સવારે આવતા પરિવારમાં હયા ફાટ રુદન બંધ થતું ન હતું અને સંજયની અંતિમયાત્રામાં ગુંદરણા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગુંદરણા ગામ સજ્જડ બંધ રહ્યું હતું. આથી બંનેના પરિવાર ઉપર આપ ફાટિયા જેટલું દુઃખ આવી પડ્યું છે જેથી આ બનાવને લઈને પરિવારમાં તથા આજુબાજુના ગામમાં ઘેરો શોકનો માહોલ જોવા મળ્યો હતો

સાપુતારા ખાતે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મૃત્યુ પામેલ ટ્રક ચાલક ઈશ્વર તરસીયા છ બહેનોમાં એકનો એક જ ભાઈ હતો. પોતાના પરિવારમાં કમાવનાર ઈશ્વર પોતે જ હતો પોતાના પિતા નિવૃત્ત છે આથી ઈશ્વરના ઘરનું ગુજરાન ઈશ્વર ડ્રાઇવિંગ કરીને ચલાવતો હતો અને પોતાનો પરિવાર ધંધાના અર્થે કસાણ છોડી સુરત ગયેલ હતો.