દુર્ઘટના@ગુજરાત: બે ટ્રક અથડાતા કેબીનમાં બેસેલ એક વ્યક્તિનું મોત થયું અને ત્રણને ઈજા

 ટ્રક ચાલકને પણ પગમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી 
 
દુર્ઘટના@ગુજરાત: બે ટ્રક અથડાતા કેબીનમાં બેસેલ એક વ્યક્તિનું મોત થયું અને ત્રણને ઈજા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

માળિયા તાલુકાના લવણપુર નજીક રોડ પરથી પસાર થતા બે ટ્રક સામસામે અથડાયા હતા જે અકસ્માતમાં ટ્રકની કેબીનમાં બેસેલ એક વ્યક્તિનું મોત થયું હતું તો ટ્રકમાં સવારે ક્લીનર સહીત અન્ય બેને ઈજા પહોંચી હતી તો અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પણ પગમાં ઈજા પહોંચી હતી અને બંને ટ્રકમાં નુકશાન થયું હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

ભાવનગરના રહેવાસી ઇકબાલ યુનુશ બેલીમ (ઉ.વ.૩૩) નામના ટ્રક ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાનો ટ્રક જીજે ૩૬ ટી ૯૯૨૭ લઈને જતો હોય ત્યારે ટ્રક જીજે ૧૮ બીટી ૦૯૬૧ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી લવણપુર નજીક રોડ પર ફરિયાદીના ટ્રક સાથે અથડાવ્યો હતો જે અકસ્માતમાં ટ્રક જીજે ૩૬ ટી ૯૯૨૭ ની કેબીનમાં બેસેલ હનીફ નુરમામદ કચ્ચાને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું

ઉપરાંત ટ્રકની કેબીનમાં બેસેલ માનવેન્દ્ર મિશ્રા અને ક્લીનર કાનાભાઈને હાથમાં અને પગમાં ઈજા પહોંચાડી હતી તેમજ અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પણ પગમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી અને બંને ટ્રકમાં નુકશાની થવા પામી હતી માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે