દુર્ઘટના@ગુજરાત: અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા 1નું મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અજાણ્યા વાહને બાઈકને ઉલાળ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા મા-બાપનું મોત થયું.
જ્યારે તેમના 2 માસુમ બાળકોના એવા દૃશ્યો સામે આવ્યા છે કે, ભલભલાને કંપારી છૂટી જાય. માતાના મૃતદેહની બાજુમાં ઈજાગ્રસ્ત તેનો લાડકવાયો પુત્ર જોવા મળે છે. આ દૃશ્ય જોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. બાળકો 108 એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે. બાઈકચાલક યુવાનના માથાના કુરચેકુરચા નીકળી ગયા હતા.
ટ્રાફિક એસીપી જે.આઈ. વસાવાએ જણાવ્યું હતું કે, આજે સવારે 6.20 વાગ્યે સુરત તરફથી અમદાવાદ તરફ જતા હાઇવે પર બાઇક સવાર દંપતી તેમનાં બાળકો સાથે જતું હતું. ત્યારે અજાણ્યા વાહને તેને અડફેટે લેતા દંપતીનું મોત થયું છે. આ દંપતીની ઓળખ થઈ જતા દાહોદથી તેમનાં સગાંવહાલાંને બોલાવી લીધા છે. જ્યારે તેમનાં બે બાળકોને ઇજા પહોંચતા બન્નેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.