દુર્ઘટના@પોરબંદર: કાર અચાનક કેનાલમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો, 1 યુવાનનું મોત 3 ઇજાગ્રસ્ત

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
 
 દુર્ઘટના@પોરબંદર: કાર અચાનક કેનાલમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો, 1 યુવાનનું મોત 3 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અવાર-નવાર દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  પોરબંદર દ્વારકા નેશનલ હાઇવે પર પાલખડા ગામ નજીક એક કાર અચાનક રોડની સાઈડમાં આવેલ કેનાલમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ભાવનગરના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો અન્ય ત્રણ યુવાનોને ઇજા થતાં સ્થાનિકોએ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ તમામ ઇજાગ્રસ્ત યુવાનો ભાવનગર અને અમદાવાદ પંથકના હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોરબંદર દ્વારકા હાઇવે પર અવાર નવાર અકસ્માત સર્જતાં હોવાની ઘટના સામે આવતી હોય છે.ગઈકાલે મોડી રાત્રીના પણ એક કાર દ્વારકા તરફથી પોરબંદર તરફ આ હાઇવે પરથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન અચાનક કોઈ કારણોસર આ કાર પાલખડા નજીક રોડની સાઈડમાં આવેલ કેનાલમાં ઉતરી ગઈ હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર અમદાવાદ ધોલેરા વિસ્તારમાં રહેતા જાદવ હરેશ જીવન અને રાજુ લખમણ મકવાણા,રાકેશ ધીરુભાઈ મકવાણાને ઇજા પહોંચી હતી તો આ અકસ્માતમાં મકવાણા સંજય નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ સ્થાનિકોએ ઇજાગ્રસ્ત બનેલ યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ તમામ યુવાનો ભાવનગર અને અમદાવાદ પંથકના હોવાથી ઇજાગ્રસ્ત બનેલ ત્રણ યુવાનોને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.