દુર્ઘટના@સુરેન્દ્રનગર: ઈકો કાર રોડ પર પડેલા મૃત પશુ સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત

 5 લોકોને ઈજા

 
દુર્ઘટના@સુરેન્દ્રનગર: ઈકો કાર રોડ પર પડેલા મૃત પશુ સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે.  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાકા-ભત્રીજાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. સાયલાના ગોસળ ગામ પાસે ઈકો કાર રોડ પર પડેલા મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 5થી વધુ વ્યકિતઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

આ અકસ્માતમાં કાકા-ભત્રીજાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચથી વધુ વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીથી છાસિયા જતા પ્રજાપતિ સમાજને આ અકસ્માત નડ્યો હતો. લીંબડી ગામના રહેવાસી એક વ્યક્તિની હાલત ગંભીર હતી. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. જ્યારે અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતની મૃતકના પરિવારજનો જાણ થતા તેઓ તાકીદે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જેમાં ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થ 108 એમ્બ્યુલન્સ મારફતે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાં ઈજાગ્રસ્તોને વધુ ઇજા જણાતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે લીંબડી રાજકોટ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં કાકા ભત્રીજાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.