દુર્ઘટના@કડી: મજૂરોના 2 બાળકો પર JCB ફરી વળતા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે.કડી-કલ્યાણપુરા રોડ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ નિર્માણ કાર્યમાં રોકાયેલા મજૂરોના 2 બાળકો પર JCB મશીન ફરી વળતા બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના કડીના નાની કડી ગામની સીમમાં શિવ શક્તિ કોટન ઇન્ડસ્ટ્રીઝ સામે બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કડી-કલ્યાણપુરા રોડ પર છેલ્લા ચાર મહિનાથી RCC રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ગત મોડી રાત્રે JCBનો ચાલક કપચીનો માલ નાખવા માટે રોડ પર રિવર્સ લઈ રહ્યો હતો. તે સમયે રોડ કિનારે સૂઈ રહેલા મધ્યપ્રદેશના મૂળ વતની મજૂર પરિવારના બે સગા ભાઈઓ GCB ચાલકને દેખાયા નહોતા અને મશીન તેમના પર ફરી વળ્યું હતું અને બંને બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે બાદ માતા પોતાના દિકારાઓની લાશો સાથે રાત્રે 2.30 વાગ્યાથી હજુ સુધી એજ ઘટના સ્થળે બેઠી રહી હતી.

આજે 2જી એપ્રિલે બપોરે 1:30 કલાકે બંને મૃતકોની લાશ મૃતકોના પરિવારજનો આવ્યા બાદ પોલીસે કબજો મેળવ્યો હતો અને પીએમ અર્થે કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ હતી.

કડી તાલુકાના નાની કડી નર્મદા કેનાલની પાસે આવેલા રાધે હોટલની પાછળ કોન્ટ્રાક્ટર ના પ્લાન્ટમાં રહેતા હતા અને તેમનું મૂળ વતન નદારપુરા તા. શુંગપુરા જી.ઝાબવા મધ્યપ્રદેશના રહેવાસી અલ્કેશ મોહનભાઈ બાભનીયાના બંને દીકરાઓ હાર્દિક અને કાલિકના સ્થળ ઉપર જ કરુણ મોત થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર મામલે મૃતક બાળકોના પિતા અકલેશ મોહનભાઈ બામણીયાની ફરિયાદના આધારે કડી પોલીસે જેસીબી ચાલક રીયાજખાન મુસ્તકીમભાઇ અંસારી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 105 અને મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી જેસીબી ચાલક રીયાજખાન કડી તાલુકાના વિડજ ગામનો વતની છે. ગરીબ પરિવારના બંને દીકરાઓ છીનવાઈ જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

કડીના કલ્યાણપુરા રોડ પર જકાત નાકા રામજી મંદિરથી નાની કડી નર્મદા કેનાલ સુધી રોડનું કામકાજ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ રોડ પર મોટી શાળાઓ પણ આવેલી છે અને ધૂળની ડમરીઓ ઉડવાને કારણે સ્થાનિકો તેમજ વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રોડનું એક ભાગનું કામ પૂરું થયું છે જ્યારે હજુ ત્રણ ભાગનું કામ બાકી છે.

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી નજીક બલીઠા વિસ્તારમાં નેશનલ હાઈવે-48 પર હિટ એન્ડ રનની એક એવી કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેણે માનવીય સંવેદનશીલતા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. એક અજાણ્યા રાહદારીનું અકસ્માતમાં મોત થયા બાદ તેનો મૃતદેહ 20 મિનિટ સુધી હાઈવે પર રઝળતો રહ્યો અને અનેક વાહનો તેને કચડીને પસાર થઈ ગયા, છતાં કોઈએ માનવતા દાખવી વાહન થોભાવ્યું નહીં.