દુર્ઘટના@પાટણ: ટ્રેન નીચે આવી જતાં યુવકના શરીરના 2 ટુકડા થયા, જાણો સમગ્ર દુર્ઘટના

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
 
દુર્ઘટના@પાટણ: ટ્રેન નીચે આવી જતાં યુવકના શરીરના 2 ટુકડા થયા, જાણો સમગ્ર દુર્ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પાટણ શહેરમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.પાટણ શહેરના રેલવે ગરનાળા પાસે ટ્રેન નીચે આવી જતાં 31 વર્ષના કૈલાસ કુમાર નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પાટણ રેલવે સ્ટેશનથી નીકળેલી ટ્રેનની અડફેટે આવતાં આ બનાવ બન્યો હતો, જેને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલમાં અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતદેહ કૈલાસ કુમાર છેલ્લાં બે વર્ષથી તેના ભાઈના ઘરે રહેતો હતો અને 4 મહિના પછી એટલે કે એપ્રિલ મહિનામાં તેના લગ્ન નક્કી થવાના હતા. હાલમાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ આ ઘટના અકસ્માતે બની છે કે આત્મહત્યાનો કેસ છે એ તરફ પણ પોલીસ તપાસ ચાલી રહી છે.

આ ઘટના પાટણ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ગરનાળા પાસે બની હતી. પાટણ સ્ટેશનથી ટ્રેન રવાના થઈ રહી હતી એ સમયે વ્યક્તિ અચાનક રેલવેટ્રેક પર આવી ગયો હતો. ટ્રેનની અડફેટે આવતાં તેનું શરીર કપાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પાટણની એકલવ્ય સ્કૂલની બાજુમાં આવેલા એક મકાનમાં તેના ભાઈ સાથે રહેતો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા, એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.