દુ:ખદ@ભાવનગર: એકજ પરિવારના 3 સભ્યોના મોત થતા માતમ છવાયો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
ડૂબી જવાથી માતા અને બંને પુત્રીના મોત થયા
Oct 31, 2023, 11:56 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગરના અધેવાડા ગામમાં ડૂબી જવાથી માતા અને બંને પુત્રીના મોત થયા છે. ડૂબી જવાથી ત્રણેયના મોત નિપજ્યા છે. જેના પગલે પરિવારમાં માતમ છવાયો છે. અકસ્માતે ટાંકામાં પડી ગયેલી બંને દીકરીઓને બચાવવા જતા માતાનું પણ ડૂબવાથી મોત થયુ છે. સ્તાનિકોએ ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ફરજ પરના તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા છે. ઘટનાને પગલે અધેવાડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

