દુ:ખદ@બનાસકાંઠા: ઘરના આંગણે રમતુ બાળક દાડમનો દાણો ગળી જતા મોતને ભેટ્યું
બાળકનો શ્વાસ રૂંધાયો હતો.
Jan 9, 2024, 18:49 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠાના દિયોદરમાં ગોઝારી ઘટના બની છે. અહીં આવેલા ગોકુલનગરમાં એક દોઢ વર્ષનું બાળક ઘર આંગણે રમતું હતું અચાનક જ આ બાળકનું મોત થઈ ગયું. ઘટનાની વિગતવાર વાત કરીએ તો. બાળક રમતા-રમતા દાડમનો દાણો ગળી ગયો હતો. જે તેના ગળામાં ફસાઈ ગયો હતો. જેના પગલે બાળકનો શ્વાસ રૂંધાયો હતો.
બાળકને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ફરજ પર રહેલા તબીબોએ દોઢ વર્ષના જૈનીલ તન્ના નામના બાળકને મૃત ઘોષીત કર્યો હતો.આ ઘટના બાળકના પિતરાઈ ભાઈના જન્મદિવસે જ આ ઘટના બની. જેના પગલે પરિવારમાં હાલ માતમનું મોજુ ફરી વળ્યું છે.